Saturday 25 August 2012

Well come to my Website Jay Shree Krishna ! Jay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree Krishna Krishna & Radhe

Jay shree Krishna jay Somnath Ajay Barad Cup of tea anyone? 



------>>BCA Students Materials 
                                           
  

Monday 20 August 2012

KNOW YOUR SELF

KNOW  YOUR  SELF




સફળતાના વિચારોને હકીકતમાં બદલવા માટે પોતાની જાતને જાણવી અતિઆવશ્યક છે. પરિશ્રમ, શ્રદ્ધા અને લગન તમને સફળતા અપાવી શકશે પણ તમારે માનવીય સફળતાને પ્રાપ્ત કરવી હશે તો તમારી જાતને પણ જાગૃત કરવી પડશે.




ટીવીની જાહેરાતો જોઇને જિવાતા જીવનમાં આજનો માનવી ક્યાં ખોવાઇ ગયો છે તેની કોઇને ખબર નથી. પોતે શું છે તેનાથી અધિક તેને બીજાની કહેલી વાત પર વિશ્વાસ છે. ઘણા લોકોને એવી ટેવ હોય છે કે આ બ્રાન્ડનાં કપડાં ફિલ્મસ્ટારો પહેરે છે તો હું પણ એ જ પહેરીશ. પ્રશ્ન માત્ર તે કપડાં પહેરવા પુરતો નથી પણ તમને ઓળખવાનો છે. સફળતાને પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ પોતાની જાતને ઓળખવી જરૂરી છે. પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા કે દરેક મનુષ્યએ પોતાની જાતને દરરોજ આ પ્રશ્ન પૂછવો જોઇએ કે Who Am I ? તમને તમારી ખામીઓ અને ખુબીઓની ઝીણવટપુર્વક ખ્યાલ હોવો જોઇએ. તમારી ખુબીઓને વધુ ઉજાગર કરો અને ખામીઓને દુર કરો. તમારી સફળતાના પાયામાં નિર્માણ થતું સામ્રાજ્ય તમને તમારી ઓળખ આપે છે. અને તે ઓળખ માટે તમારે પોતાને જાણવા સહજ છે. તમારામાં જ એક એવી વ્યક્તિ છે જે વિશ્વને હાથમાં કંઇક નવીન ચેતના આપવાની તાકાત ધરાવે છે.

તમને મળતો દરેક પડકાર તમને જગાડે છે પણ તેમાંથી પોતે શું છે તે કરોડોમાં કોઇક જ સમજી શકે છે? મોહનદાસ ગાંધી આફ્રિકામાં વકીલ જ હતા ત્યારે પણ તેઓ એ જ નિયમોનું પાલન કરતા હતા જે સહજ સ્વભાવ તેમણે તેમના અંતિમ શ્વાસ સુધી રાખ્યો હતો. પણ એ મોહનદાસ મહાત્મા ક્યારે બન્યા? ટ્રેઇનમાંથી ધક્કા તો હજારો લોકોને પડતા હતા પણ મોહનદાસે માત્ર તેનો વિરોધ ના કર્યો પણ પૂરા આફ્રિકાને ઊભું કર્યું કે એક માનવી તરીકે તમારી સાથે હીન વ્યવહાર કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? ટ્રેઇનના ધક્કા પહેલાંના અને ત્યારબાદના મોહનદાસમાં જમીન-આસમાનનો ફરક હતો શરીરથી નહીં પોતાની શક્તિનો, એ ધક્કો મોહનદાસને નહોતો લાગ્યો પણ પોતાના આત્મ સન્માનને અને ભારતને લાગ્યો હતો. મોહનદાસમાંથી મહાત્મા બનનાર એ મહાપુરુષે પોતાની જાતને ભારતના કણ કણમાં વહેતી કરી દીધી પણ તે પહેલાં તેણે મોહનદાસમાં છુપાયેલા મહાત્માને શોધ્યા! જરૂર માત્ર તમારામાં રહેલ કોણને શોધવાની છે? ક્યાંક તો તમારામાં પણ રમતવીર, બિઝનેસમેન કે નેતા બનનાર છુપાયેલ હશે જ ને નહીતર ખેતીમાં કામ કરનાર અમેરિકાના પ્રેસિડેન્ટ ક્યારેય ના બની શકે! અબ્રાહમ લિંકન જે બન્યા તે. જ્યારે પોતાને મેળવી લેશો ત્યારે દુનિયાને તમે આસાનીથી તમારી વાત કહી શકશો. બસ, સફળતાનું પણ કંઇક આવુ જ છે.
તમને જાણો

સફળ થવું તે દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે પણ મોટાભાગનાને તેમાં નિષ્ફળતા મળે છે. તેમાંનાં ઘણાં કારણોમાં બની શકે કે તેના આયોજનમાં અભાવ હોય, વાસ્તવિકતાને સમજી ના શક્યા હોય પણ આ બધું કેમ બને છે? આ બધા દોષો તો પછીના છે તેને પોતાની જ ખબર નથી. તમારો જન્મ ક્યાં અને કયા કુળમાં થયો તેનાથી મતલબ નથી પણ તમે તેને સાર્થક ના કરી શક્યા તે ઘણું બધું કહી જાય છે. બિલ ગેટ્સની એક બહુ પ્રચલિત પણ ઉમદા વાત છે અને તે વારંવાર કહે છે તમે જન્મથી ભલે ગરીબ રહ્યા હોય પણ તમારા અંતમાં ગરીબી ના હોવી જાઇએ. માનવામાં ના આવે તેવી વાત છે પણ હકીકત છે અને તે પણ ભારત દેશની ભૂમિ પરની. ઘેટાં-બકરાં ચરાવનાર ક્યારેય ભારત દેશનું શાસન કરી શકે? હા, અને કર્યું છે. એ હતા જેના નામ પરથી ભારત ભૂમિ પર એક યુગનું સર્જન થયું તે ચંદ્રગુપ્ત મૌર્ય. તેનામાં અથાગ શક્તિ હતી બસ, તેને આત્મશોધ તેના આચાર્ય વિષ્ણુગુપ્તે કરાવી કે તું એક રાજનો રાજવી બનવા માટે નથી જન્મ્યો તારે તો અખંડ ભારતની ભૂમિને દોરવણી આપવાની છે. પોતાને કમજોર સમજનાર કાયમી કમજોર જ રહે છે માટે હિંમતવાન બનીને ચંદ્રગુપ્ત બનો. જીવનનો નિર્વાહ કરવા જીવતા માનવી મનુષ્ય છે કે નહીં તે તો તેમણે જાણવું જોઇએ. જન્મથી મૃત્યુની સફર બધાની છે પણ તેમાં તમે એવું તો શું કર્યું કે ભવિષ્ય તમને ભૂતકાળના રૂપમાં યાદ કરે.
અડગ વિશ્વાસ

પોતાની શોધને જાણી જનાર અડગ વિશ્વાસથી ઉભરી આવે છે. તેને એ ખબર જ છે કે હું જે કરું છું તે દુનિયા માટે કંઇક નવીન બનવા જઈ રહ્યું છે. જે ઉંમરે લોકો પોતાની શરૂઆત કરે છે ત્યારે તમને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળી જાય તો? આ એવોર્ડ મેળવવો ખૂબ કઠિન છે, કેમ કે જે ક્ષેત્રમાં તમે એવી સર્વાધિક સિદ્ધિ મેળવો અને તે પણ બહુમૂલ્ય પ્રતિષ્ઠા સાથે ત્યારે આ એવોર્ડ મળે. હું વાત કરી રહ્યો છું વિશ્વમાં સૌથી નાની વયે આ સન્માન મેળવનાર માઇકલ ફ્લેપ્સની. લંડનમાં ઓલિમ્પિક શરૂ થયો ત્યારે જ તેમની સફળતાની વાત કરી હતી આજે પણ તેમની સફળતાની જ છે. ૬ વર્ષના એ છોકરાએ હજારો પડકારોને પડકાર ફેંકીને માત્ર ૨૭ વર્ષની ઉંમરે સ્વિમર તરીકે વિશ્વને અલવિદા કહી દીધી. વિશ્વભરની રમતોની ગણતરી નથી કરતા માત્ર ઓલિમ્પિકની જ વાત કરીએ તો ખ્યાલ આવશે કે માઇકલ ફ્લેપ્સ ઓલિમ્પિકમાં ૨૨ મેડલ જીત્યા છે જે ઘણા દેશોનો ટોટલ નથી થતો ઘણાની ક્યાં વાત કરો છો પાકિસ્તાનના અત્યાર સુધીમાં ૧૦ મેડલ છે અને ભારત પાસે ૨૦ મેડલ છે. માઇકલ ફ્લેપ્સ વ્યક્તિગત મેડલોમાં તો સૌથી આગળ છે પણ જો તેની ગણતરી દેશોમાં કરવામાં આવે તો તે ૫૦મા નંબરનો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર દેશ બને.
ટકોર

ગુણવત્તાના માપદંડ બનો અને પોતાના વિચારોને બીજાનાં મંતવ્યો સામે ક્યારેય ડૂબવા ન દેતા.






Ajay Barad -Veraval

પ્રભાવશાળી વ્યક્તિત્વ

Jay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree KrishnaJay Shree Krishna

પ્રભાવશાળી વ્યક્તિત્વ
 જીવનની સૌથી મોટી સફળતા પોતાના પર પ્રાપ્ત કરેલ મનોબળ છે. મનોબળ પર વિજય તમને તમારા સિવાય કોઇ નહી આપી શકે અને તેની શરૂઆત તમારે જાતે જ કરવી પડશે. પોતાના પર અંકુશનો મતલબ એવો નથી કે પોતાની જાતને અસહ્ય વેદના આપવી પણ તેનો અર્થ એ છે કે મન પર નિયંત્રણ રાખીને પોતાનો સર્વાંગી વિકાસ સાધવો.

'આપણે સ્વતંત્ર છીએ છતાં પણ આપણે એક ક્ષણ માટે પણ આપણા પોતાના પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ! જરા વિચાર તો કરો!' આ શબ્દો કોઈ સામાન્ય માનવીના નથી, પણ જેણે સ્વયં પર વિજય પ્રાપ્ત કર્યો છે તે વિશ્વપુરુષ સ્વામી વિવેકાનંદે કહ્યા છે. સ્વામીજીના જીવનમાંથી જો કોઈ સૌથી મોટી વાત શીખવા જેવી હોય તો તે છે વ્યક્તિત્વ વિકાસ. તેમણે અનેક ગ્રંથમાળા, પત્રો અને કાવ્યો લખ્યાં છે, પણ તે દરેકમાં તેમણે વ્યક્તિત્વ વિકાસને ખૂબ મહત્ત્વ આપ્યું છે. શું ખરેખર સફળતાને સિદ્ધ કરવા વ્યક્તિત્વ વિકાસ જરૂરી છે? વિવેકાનંદે જ નહીં, વિશ્વના દરેક મહાપુરુષોનાં જીવન દર્શન કરજો, તેમાં તમને વ્યક્તિવિકાસની વાત અવશ્ય જોવા મળશે. કેમ? સફળતાનો માર્ગ જો પ્રાપ્ત કરવો હોય તો તેના સિદ્ધાંતોને અનુસરવું પડે છે અને તે એ જ સિદ્ધ કરી શકે જેમણે પોતાના પર અંકુશ પ્રાપ્ત કર્યો હોય. પોતાના પર અંકુશ પ્રાપ્ત કરવો આસાન નથી અને આપણે બધાં તેના સાક્ષી છીએ. જ્યારે આપણે પુસ્તક ખોલીને વાંચવા બેસીએ છીએ ત્યારે જ આપણું મન આપણને અલગ ખ્યાલોમાં લઈ જાય છે અને આપણે તેના ગુલામ બનીને તેમાં ખોવાઈ જઈએ છીએ. મહાન આસ્થા અને સંઘર્ષ મન સાથે જોડાયેલાં છે અને આપણે મનને અનુસરીએ છીએ, માટે મનને જીતો. દર વખતે એ તમને ટૂંકો રસ્તો બતાવશે, પણ તમારે સાચો રસ્તો પસંદ કરવાનો છે જે તમને તમારી મંઝિલ તરફ લઈ જતો હોય. તમે કાર્ય કરવા પૂરી શ્રદ્ધાથી જોડાયા હશો, પણ થોડા સમયમાં તમે તેને પડતું મૂકી દો છો એમ કેમ? 'રંગ દે બસંતી' ફિલ્મ આવી ત્યારે ફિલ્મ જોઈને બહાર નીકળતા ઘણા યુવાનો એમ કહેતા હતા કે હવે તો દેશ માટે કંઈક કરવું જ પડશે! પણ એ કેટલો સમય રહ્યું જ્યાં સુધી સિનેમાનાં પગથિયાં ઊતર્યાં ત્યાં સુધી. એવું નથી કે તમારી શ્રદ્ધામાં ખોટ છે, પણ જ્યારે તમે ફિલ્મ જોતા હતા ત્યારે તમે મનને મક્કમ બનાવ્યું હતું, જેવા તમે બહાર નીકળ્યા કે તમે રંગબેરંગી દુનિયાના ગુલામ થઈ ગયા. દરરોજની જેમ જિંદગી જીવવા લાગીએ છીએ. સારા ટકા સાથે પાસ થવું એ સારી વાત છે, પણ મેળવેલ વિદ્યાનું શ્રેષ્ઠ પ્રદાન કરવું એ ઉત્તમ છે અને તે જ તમારું વ્યક્તિત્વ છે.

વ્યક્તિત્વ નિર્માણ

આપણે કેમ આપણા આઇડલ તરીકે ક્યારેય દાઉદની પસંદગી નથી કરતા? શા માટે મહાત્મા ગાંધી અને આઇન્સ્ટાઇન જેવા મહાન લોકોને આદર્શ માનીએ છીએ. તેમનાં કર્મો દુનિયા માટે અજોડ હતાં, પણ તે એ ત્યારે કરી શક્યા જ્યારે તેમને સ્વયંને અલગ બનાવ્યા. જેને વિશ્વ લોખંડી પુરુષ કહે છે અને મહાત્મા ગાંધી જેને દેશના સરદાર કહેતા તે વલ્લભભાઈ યુવાનીમાં શું હતા એનો ખ્યાલ છે? મોજશોખ અને પત્તે રમવાના શોખીન હતા. તેમને દેશ પ્રત્યે ભાવના ચોક્કસ હતી, પણ ક્યારેય આઝાદીની લડતમાં લડતા નહીં. તો સરદાર પટેલ દેશને આટલા સર્મિપત કેમ બની શક્યા? સરદાર પટેલના જીવનને અચૂક વાંચજો, તમને અંદાજ આવશે કે તેમણે પોતાના જીવનનું નિર્માણ કઈ રીતે કર્યું અને પોતાને સરદાર બનાવ્યા. ગાંધીજીને તો લાખો યુવાનો સંભાળતા, પણ સરદારે તેમના મન પર વિજય મેળવીને દેશ માટેનું વ્યક્તિત્વ નિર્માણ કર્યું. વ્યક્તિત્વ મોટી મોટી ગાડીમાં ફરવાથી નથી બનતું. હા, તેનાથી વટ જરૂર પાડી શકાય, પણ લોકોના પ્રેરિત ના બની શકાય. જીવનમાં પ્રગતિ કરવી ખૂબ જરૂરી અને આવશ્યક છે, પણ સાથે જો તમે તમારા સ્વયંનું નિર્માણ કર્યું હશે તો તેની ચેતના અલગ જ હશે! મનુષ્યની ભીતર કેટલી અદ્ભુત દિવ્ય ચેતનાનો ભંડાર છે, શાશ્વત જ્ઞાન અને પોતાના અસ્તિત્વની અનુભૂતિ છે. તો કેમ તે નિઃસહાય બની જાય છે, તે નિઃસહાય નથી બનતો, પણ મનનો ગુલામ બની જાય છે. જરૂર છે તેને જગાડવાની.
પરિવર્તન કરો!

આજની વાસ્તવિક અને હકીકત છે માણસ જેમ જેમ સફળતાનાં શિખરો ચડતો જાય છે તેમ તેમ તે વ્યસનોનો ગુલામ બની જાય છે. સાચી સફળતા તેને કહેવાય જે તમને આદર અને સન્માન અપાવી શકે! તમારી પાસે પુષ્કળ સંપત્તિ હોય, પણ દારૂ જેવું વ્યસન હોય તો તમારાથી તમારાં સંતાનો પણ દૂર રહે છે. શું કરવાનું આવું જીવન જ્યાં નિરર્થકતા છે? સમય, સંજોગો ઘણી વખત તમને ગેરમાર્ગે દોરી જાય, પણ પરિવર્તનનો અવકાશ તો અમર છે! એક નિર્ધાર કરવો પડે પોતાના પરિવર્તનનો. તાજેતરમાં જ એક ટીવી શોમાં જાવેદ અખ્તરે કબૂલ્યું હતું કે હું ૧૯ વર્ષની ઉંમરથી દારૂ પીતો હતો અને ૨૭ વર્ષ સુધી તેનું સેવન કર્યું, પણ આજે ૨૧ વર્ષથી મેં તેની સામે નથી જોયું, આ પરિવર્તન છે. જાવેદ અખ્તર ત્યારે પણ સફળ હતા અને આજે પણ સફળ જ છે. ફર્ક માત્ર એટલો છે ત્યારે જાવેદજીને જે સન્માન મળતું ત્યારે તે લેતા ખચકાતા અને આજે તેઓ ગૌરવભેર જાહેરમાં ઊભા રહી શકે છે. વ્યસની અને વ્યભિચારી લોકોના જીવનનો કોઈ માર્ગ નથી હોતો. અંતે તો તે એક વિનાશ તરફ જ જાય છે. દરેક પાસે પોતાનો સમય હોય છે પરિવર્તનના અવસરનો.
પરિપક્વ બનો

એટલા પરિપક્વ બનો કે તમારા વિરુદ્ધ જાહેરમાં બોલતા પહેલાં કોઈ બે વખત વિચાર કરે! તમારું વ્યક્તિત્વ તમારા વિચારો, સંસ્કારો, આદતો અને તમારી બુદ્ધિને રજૂ કરે છે. જ્યારે વ્યક્તિત્વ જ નહીં હોય તો આ બધું ક્યાં હશે? દરેક ક્ષણને જીવનની કીમતી પળ માનીને જેમ જીવીએ છીએ તેમ વ્યક્તિત્વનો પણ નિખાર હોવો જોઈએ. ફરીથી યાદ કરાવી દઉં કે સરદાર પટેલ એવું કહેતાં કે શરીરે ભલે તમે દૂબળા-પતલા હો, પણ કાળજું સિંહ-વાઘનું રાખજો. તમારું ચારિત્ર્ય ક્યારેય હલકું ના હોવું જોઈએ. અમિતાભ બચ્ચન જ્યારે નાણાકીય સંકડામણમાં હતા ત્યારે તેમને ઘણા લોકોએ એવું કહ્યું હતું કે જરૂર હોય તો અમને કહેજો અમે તમારી મદદ કરીશું. સંકટ સ્થિતિમાં મદદ લેવી નબળાઈ નથી, પણ પડી ભાંગવું તે શોભનીય નથી. તે દિવસથી આજની તારીખ સુધી બચ્ચને કોઈ પાસે હાથ નથી લંબાવ્યો અને ફરીથી પોતાને સાબિત કરી બતાવ્યા. જે ચાહના ત્યારે હતી તેનાથી બમણી મળી. કારણ માત્ર તેમણે તેમના સંસ્કાર અને વિચારોને પડવા ન દીધા. પોતાનું વ્યક્તિત્વ ધરખમ અને વધુ મજબૂત બનાવ્યું. તમારા વ્યક્તિત્વના નિર્માતા તમે જ છો!
ટકોર

 

શાંતિ માત્ર યુધ્ધ કરતા સારી નથી, પણ તેનાથી અધિક કઠિન છે.






Ajay Barad -Veraval

18 કરોડની નોકરીને લાત મારી વેચી રહ્યાં છે શાકભાજી,અખબાર, ઇડલી


વ્યક્તિમાં પ્રતિભા, સખ્ત પરિશ્રમ, અને આત્મવિશ્વાસ જેવા ગુણ હોય તો કઠિનમાં કઠિન પરિસ્થિતિ પણ તેની આગળ વધતા રોકી નથી શકતી. આવી જ સાચી દાસ્તાં દેશના કેટલાંક લાલાઓએ લખી છે. બેંગલુરૂના રસ્તા પર છાપું વેચનાર એક યુવક દેશના પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ આઇઆઇએમમાં આવનારા થોડાંક દિવસોમાં એડમિશન લેવા જઇ રહ્યા છે તો ત્યારે ઇડલી વેચનાર એક મહિલાએ દિકરાને ફક્ત આઇઆઇએમમાંથી અભ્યાસ જ પૂરો કરાવ્યો નહીં પરંતુ લાખોની નોકરીની ઠુકરાવી દીધી અને સેંકડો લોકોને પોતે નોકરી આપી રહ્યો છે.

ઝારખંડના એકદમ પછાત વિસ્તારના યુવકે કયારેક હોટલમાં અટેંડેંટની નોકરી કરી, તો કયારેક સ્કૂલ વાન ચલાવી, પરંતુ રસ્તો એવો બનાવ્યો કે તે અખિલ ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાંથી એમબીએ કરીને લોકોની મદદ કરનાર કંપનીની ઓફર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે એક ખેડૂતના દિકરાએ દેશની ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં સૌથી અવ્વલ મનાતી આઇઆઇએમ-અમદાવાદમાંથી ટોપ કર્યા બાદ બિહારમાં શાકભાજી ઉગાડવાનું શીખી રહ્યો છે. તેનું સપનું બિહારને સુંદર અને સમર્થ બનાવાનું છે. આ લોકોને ઓછામાં ઓછી 3 થી 18 કરોડ રૂપિયાની વાર્ષિક પગારની નોકરી ઓફર કરાઇ હતી.