Monday, 20 August 2012

18 કરોડની નોકરીને લાત મારી વેચી રહ્યાં છે શાકભાજી,અખબાર, ઇડલી


વ્યક્તિમાં પ્રતિભા, સખ્ત પરિશ્રમ, અને આત્મવિશ્વાસ જેવા ગુણ હોય તો કઠિનમાં કઠિન પરિસ્થિતિ પણ તેની આગળ વધતા રોકી નથી શકતી. આવી જ સાચી દાસ્તાં દેશના કેટલાંક લાલાઓએ લખી છે. બેંગલુરૂના રસ્તા પર છાપું વેચનાર એક યુવક દેશના પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ આઇઆઇએમમાં આવનારા થોડાંક દિવસોમાં એડમિશન લેવા જઇ રહ્યા છે તો ત્યારે ઇડલી વેચનાર એક મહિલાએ દિકરાને ફક્ત આઇઆઇએમમાંથી અભ્યાસ જ પૂરો કરાવ્યો નહીં પરંતુ લાખોની નોકરીની ઠુકરાવી દીધી અને સેંકડો લોકોને પોતે નોકરી આપી રહ્યો છે.

ઝારખંડના એકદમ પછાત વિસ્તારના યુવકે કયારેક હોટલમાં અટેંડેંટની નોકરી કરી, તો કયારેક સ્કૂલ વાન ચલાવી, પરંતુ રસ્તો એવો બનાવ્યો કે તે અખિલ ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાંથી એમબીએ કરીને લોકોની મદદ કરનાર કંપનીની ઓફર પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યારે એક ખેડૂતના દિકરાએ દેશની ટોચની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટમાં સૌથી અવ્વલ મનાતી આઇઆઇએમ-અમદાવાદમાંથી ટોપ કર્યા બાદ બિહારમાં શાકભાજી ઉગાડવાનું શીખી રહ્યો છે. તેનું સપનું બિહારને સુંદર અને સમર્થ બનાવાનું છે. આ લોકોને ઓછામાં ઓછી 3 થી 18 કરોડ રૂપિયાની વાર્ષિક પગારની નોકરી ઓફર કરાઇ હતી.